android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jamnagarમાં PM મોદીનું ભવ્ય આગમન: એરફોર્સ સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ કર્યું અભિવાદન

calendar_todayMay 10, 2026

Jamnagarમાં PM મોદીનું ભવ્ય આગમન: એરફોર્સ સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ કર્યું અભિવાદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચતા જ સ્થાનિક પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા તેમજ જામનગર કલેક્ટર, કમિશનર અને જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

જામનગરના માર્ગો પર જનમેદની વચ્ચે વડાપ્રધાનનો કાફલો

એરફોર્સ સ્ટેશનથી વડાપ્રધાનનો કાફલો રવાના થયો હતો. જામનગરના રાજમાર્ગો પર વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીજી રોડ પર ઉપસ્થિત વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં તેઓ શહેરના હાર્દ સમાન લાલ બંગલા સર્કલ પહોંચશે, જ્યાં એક ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેજ પરથી તેઓ જામનગરવાસીઓનું વિશેષ અભિવાદન ઝીલશે.

લાલ બંગલા ખાતે રાત્રી રોકાણ અને ચુસ્ત સુરક્ષા

વડાપ્રધાન મોદી આજે જામનગરના લાલ બંગલા ખાતે રાત્રી રોકાણ કરવાના છે. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે સમગ્ર શહેરમાં અને ખાસ કરીને એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધીના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગરના લોકો પોતાના પ્રિય નેતાને આવકારવા માટે ફૂલો અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાતથી હાલ જામનગરમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો