calendar_todayMarch 29, 2026
Jamnagar: જામનગરમાં આઠ PSIની આંતરિક બદલી : 3 ને લિવ રિઝર્વમાં મુકાયા
તાજેતરમાં રાજકોટ રેન્જ આઇ.જીએ જામનગરની મુલાકાત લીધા બાદ પોલીસ આલમમાં મોટા બદલાવ થયા છે. જામનગર એસપી દ્વારા 8 પીએસઆઇની આંતરિક બદલી કરી નાખી છે.
રીડર-ટુ-ડીવાયએસપી વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઇ ટી. ડી. બુડાસણાને સિટી-એ ડિવિઝન, એરપોર્ટ સિક્યુરિટી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ જે.બી. મોરસાણીયાને સિટી-બી ડિવિઝનમાં અને સિટી સીના પીએસઆઇ એસ.એમ.સિસોદીયાને લીવ રિઝર્વેમાં મૂકી દેવાયા છે. સાથે જ રીડર-ટુ-લાલપુર વિભાગ શાખામાં ફરજ બજાવતા વી.આર.જોરીયાને એરપોર્ટ સિક્યુરિટી ખાતામાં અને પંચકોષી-બી ડિવિઝનના પીએસઆઇ એચ.ટી.મઠિયાને લીવ રિઝર્વે શાખામાં બદલી કરી દેવામાં આવી છે.
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ કંડોરીયાને સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ્યારે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બરબસીયાને ટ્રાફિક શાખામાં મુકાયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો