android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jharkhand : હજારી બાગમાં હાથી બન્યા ખૂંખાર..એક જ પરિવારના 4 સહિત કુલ 6ને કચડ્યા

calendar_todayFebruary 13, 2026

Jharkhand : હજારી બાગમાં હાથી બન્યા ખૂંખાર..એક જ પરિવારના 4 સહિત કુલ 6ને કચડ્યા

ઝારખંડમાં પાંચ હાથીઓના ટોળાએ છ લોકોને મોતને ઘાટ ઉતાર્યા. ઘટના હજારીબાગ જિલ્લાના ચુર્ચુ બ્લોકના ગોંદવારવિસ્તારમાં બની હતી. હાથીઓ મધ્યરાત્રિએ આવ્યા હતા અને ગભરાટમાં ભાગી રહેલા ગામલોકોને કચડી નાખ્યા હતા. મૃતકોમાંથી ચાર લોકો તો એક જ પરિવારના હતા. આ ઘટનાએ ફરી એકવાર માનવ-હાથી સંઘર્ષની પ્રતિકૂળ અસરો તરફ ધ્યાન દોર્યું છે.

મોડી રાત્રે હાથીઓનું ઝૂંડ ઘુસ્યુ ગામમાં 


ઝારખંડના હજારીબાગ જિલ્લાના ચર્ચુ બ્લોકના ગોંડવાર ગામમાં ગઈકાલે મોડી રાત્રે હાથીઓના હુમલામાં છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. આ ઘટના રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે બની હોવાનું જાણવા મળે છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ ગામમાં શોક અને ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.

હાથીઓએ પહોંચાડ્યુ લોકોના ઘરને પણ નુકસાન 


મોટાભાગના રહેવાસીઓ ઊંઘી રહ્યા હતા ત્યારે પાંચ હાથીઓનું ટોળું અચાનક ગામમાં ઘૂસી ગયું. હાથીઓએ માટીના મકાનોને નુકસાન પહોંચાડ્યું અને ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા લોકો પર હુમલો કર્યો. ગામલોકોએ બૂમો પાડીને હાથીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટોળું લાંબા સમય સુધી વસાહત પાસે જ રહ્યું.

વનવિભાગની ટીમ પહોંચી ગામમાં 

ઘટનાની માહિતી મળતાં સ્થાનિક વહીવટીતંત્ર અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વન વિભાગે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને ગામલોકોને રાત્રે સતર્ક રહેવા સૂચના આપી છે.

ગ્રામજનોનું કહેવું છે કે વિસ્તારમાં હાથીઓની હિલચાલ સતત વધી રહી છે જે જીવન અને સંપત્તિ માટે ખતરો છે. તેમણે તાત્કાલિક વળતર અને મૃતકોના પરિવારો માટે કાયમી ઉકેલની માંગ કરી. વહીવટીતંત્રે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.

મૃતકોમાં કોનો સમાવેશ ?

 મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે: સૂરજ ભુઇયા (55), તેમની પુત્રવધૂ સુમન દેવી (25), અને બે બાળકો. મૃતકોની ઓળખ મંગરા ભુઇયા (58) અને ધનેશ્વર રામ (55) તરીકે થઈ છે