android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh : ગિરનાર અંબાજી મંદિરમાં શ્રદ્ધાનું ચીરહરણ, માતાજીને પ્લાસ્ટિકની ડિશમાં જલેબીનો ભોગ

calendar_todayOctober 14, 2026

Junagadh : ગિરનાર અંબાજી મંદિરમાં શ્રદ્ધાનું ચીરહરણ, માતાજીને પ્લાસ્ટિકની ડિશમાં જલેબીનો ભોગ

જૂનાગઢના ઐતિહાસિક અને પવિત્ર તીર્થસ્થાનમાં વહીવટી તંત્રના નામે જે ખેલ ખેલાઈ રહ્યો છે, તે કોઈપણ સાચા ભક્ત કે ઇતિહાસના અભ્યાસુનું હૃદય દ્રવી ઉઠે તેવો છે. એક સમયે જ્યાં મૂળ મહંત પરંપરા હેઠળ માતાજીનો દિવ્ય શણગાર થતો અને શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાનથી પૂજા થતી, ત્યાં આજે મામલતદારના તાબા હેઠળના વહીવટદારો અને ભાડૂતી પૂજારીઓએ આ પવિત્ર સ્થાનને રાજકીય અખાડો અને સત્તાના પ્રદર્શનની જગ્યા બનાવી દીધી છે. નવરાત્રિના પવિત્ર ઉપવાસના દિવસોમાં, જ્યારે માતાજીને ફ્ળાહાર ધરાવવાનો હોય, ત્યારે વહીવટદારોના નેજા હેઠળ માતાજીને પ્લાસ્ટિકની ડિશમાં જલેબી ધરવામાં આવી. આ માત્ર અજ્ઞાનતા નથી, પરંતુ હજારો ભક્તોની ધાર્મિક લાગણીઓ સાથેનું ભદ્દું મજાક છે. અંબાજી ટ્રસ્ટની માહિતી મુજબ અહીં બે મહંત પરંપરાઓ અસ્તિત્વ ધરાવે છે. નાના પીર બાવા હિમાંશુગીરીજીની મહંત પરંપરા મુજબની ક્કચાદર વિધિક્ર શાસ્ત્ર્રોક્ત રીતે સંપન્ન થઈ ચૂકી છે, છતાં છેલ્લા ત્રણ વર્ષથી સરકારે તેમને વહીવટી મંજૂરી આપવામાં જાણીજોઈને વિલંબ કર્યો છે. આ સ્પષ્ટ કરે છે કે વહીવટી તંત્રનો ઈરાદો યોગ્ય ધાર્મિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો નહીં, પરંતુ પરંપરાઓને તોડીને પોતાનો કબજો જમાવવાનો છે. નવરાત્રિમાં સદીઓ જૂનો નિયમ તોડીને કુંભ સ્થાપન સ્થાનિક ધારાસભ્યના હાથે કરાવવામાં આવ્યું, જ્યારે પરંપરા મુજબ જે પૂજારી કુંભ સ્થાપે તેણે નવ દિવસ સુધી ગર્ભગૃહ પાસે રહેવું જરૂરી છે. નિયમ મુજબ ગર્ભગૃહમાં કોઈ પ્રવેશી શકે નહીં, તેમ છતાં સરકારી અને રાજકીયવગ ધરાવતા લોકો ખુલ્લેઆમ અંદર ઘૂસીને ફોટા પડાવે છે અને આરતીનું લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. દૂર-દૂરથી આસ્થા લઈને આવતા સામાન્ય યાત્રિકોને અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવે છે અને વહીવટી સ્ટાફ્ તેમની સાથે તોછડું વર્તન કરે છે. ભગવાનના દરબારમાં આ વર્ગભેદ કેમ શું ધાર્મિક વિધિઓ હવે રાજકારણીઓના ફોટો-સેશન પૂરતી સીમિત રહી ગઈ છે આ પ્રશ્નો આજે ભક્તોના મનમાં ઊભા થઈ રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો