android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh : 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો, કલેક્ટરે સાધુ સંતો સાથે બેઠક યોજી સમીક્ષા કરી

calendar_todayFebruary 5, 2026

Junagadh : 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો, કલેક્ટરે સાધુ સંતો સાથે બેઠક યોજી સમીક્ષા કરી

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા ને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે જેને લઈને આજે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા અને અધિકારીઓ સાથે સાધુ સંતોની એક બેઠક યોજાઇ હતી, જેમાં મેળામાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરાઈ હતી....

11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો

આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો યોજાઇ રહ્યો છે ત્યારે વિવિધ સમિતિઓની કામગીરી અંગે આજે ક્લેક્ટર અનિલ રાણાવસીયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ભવનાથ મંદિરમાં સાધુ સાથે મેળાના આયોજન અને વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.ભરડાવાવ પાસે વિવિધ પાર્કિંગ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને ભરડા વાવથી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે જેથી લોકોને માત્ર ચાલતા પ્રવેશ કરવાનો રહેશે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો..

સવારે ૯ વાગ્યે ધર્મધજાના આરોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ

પરંપરાગત રીતે આગામી ૧૧ તારીખે સવારે ૯ વાગ્યે ધર્મધજાના આરોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થશે અને ભવ્ય 'ડમરુ યાત્રા' ગિરનાર દરવાજાથી શરૂ થઈ ભવનાથ મંદિરની આરતીમાં ભળી ધર્મસભામાં પરિવર્તિત થશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો હાજર રહેવાના છે. તંત્ર દ્વારા લાઈટિંગ અને સુશોભનના નામે માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ પાયાની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે....

 ઇલેક્ટ્રિક રીક્ષાઓની પણ વ્યવસ્થા

વૃદ્ધ અશક સાધુ સંતોને વર્ષનાગરિકો અને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક રીક્ષાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ રીક્ષાઓની સંખ્યા અને સુવિધાઓ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી હતી સાથે સાથે શિવરાત્રીના રાત્રે પરંપરાગત મુજબ નીકળતી રાવડીને લઈને પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચ જૂના અખાડા આવવાના અખાડા અને અગ્નિ અખડા ની પ્રાચીન પરંપરા મુજબ જ રવેડી નીકળશે જેમાં આ ત્રણ મુખ્ય અખાડા જ રવેડી જોડાશે..


આ પણ વાંચો----    Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે