android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadhમાં કિલર ડમ્પર કાર પર પલટી માર્યું! 2 લોકોનો ચમત્કારિક બચાવ, સમગ્ર કાળજા કંપાવનારી ઘટના CCTV માં કેદ

calendar_todaySeptember 8, 2026

Junagadhમાં કિલર ડમ્પર કાર પર પલટી માર્યું! 2 લોકોનો ચમત્કારિક બચાવ, સમગ્ર કાળજા કંપાવનારી ઘટના CCTV માં કેદ

જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ પાસે ખનીજ માફિયાઓના બેફામ વાહનોના કારણે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. રેતી ભરેલા એક તોતિંગ ડમ્પરે પૂરપાટ ઝડપે જઈ રહેલા સમયે ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા કિનારે પાર્ક કરેલી એક કાર પર પલ્ટી મારી દીધી હતી. ડમ્પર કાર પર ખાબકતાં જ કારનો ભુકડો બોલી ગયો હતો. સદનસીબે કાર નજીક જ ઉભેલા બે વ્યક્તિઓ સમયસૂચકતા વાપરીને ખસી જતાં તેમનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો, જેનાથી મોટી હોનારત ટળી હતી.

સમગ્ર ઘટના CCTV કૅમેરામાં કેદ

આ ભયાનક અકસ્માતના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કૅમેરામાં કેદ થઈ ગયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રેતી ભરેલું ડમ્પર અત્યંત ભયજનક ઝડપે વંથલી યાર્ડ પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં જ ડમ્પર પલટી મારીને ધડાકાભેર કાર પર પડ્યું હતું. કારની બાજુમાં જ ઉભેલા બે નાગરિકોએ ડમ્પર પોતાની તરફ પલટાતું જોઈને ત્વરિત દોડ લગાવી દીધી હતી, જેના કારણે તેઓ કાળના મુખમાંથી સહેજમાં બચી ગયા હતા.


બેફામ ચાલતા ડમ્પરો સામે લોકોમાં રોષ

વંથલી અને જૂનાગઢ પંથકમાં અવારનવાર ખનીજ ચોરી કરીને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરોના લીધે અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ડમ્પર હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તેની અટકાયત કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bharuchમાં વિદ્યાર્થીને પાઇપથી ફટકારનાર શિક્ષક સસ્પેન્ડ, પરિવારની ફરિયાદ બાદ આમોદ પોલીસે ધાકધમકી આપનાર શિક્ષકને જેલભેગો કર્યો