android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh : જૂનાગઢનો આણંદપુર ડેમ ઓવરફ્લો મચ્છુ-ર, 3 ડેમમાં નવા પાણીની આવક

calendar_todaySeptember 15, 2026

Junagadh : જૂનાગઢનો આણંદપુર ડેમ ઓવરફ્લો મચ્છુ-ર, 3 ડેમમાં નવા પાણીની આવક

મેઘ મહેરના કારણે જુનાગઢનો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે મોરબી જિલ્લાના બે ડેમમાં નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 28 ડેમ સાઈટ ઉપર અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ નજીક આવેલો આણંદપુર ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો છે. સોમવારે ડેમમાં 184 ક્યુસેક પાણીની ભારે આવક થતાં ડેમની સપાટી છલકાઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નદીના પ્રવાહ વિસ્તારમાં આવતા આણંદપુર, રાયપુર, સુખપુર અને નાગલપુર એમ ચાર ગામના લોકોને સાવચેત રહેવા એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. વધારામાં ગિરનાર જંગલ વિસ્તારના હસનાપુર ડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો