android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh News: પોલીસનો સપાટો, 190 નશાકારક બોટલો સાથે ઈબ્રાહિમ ઉર્ફે ટીટો ઝડપાયો

calendar_todayMarch 8, 2026

Junagadh News: પોલીસનો સપાટો, 190 નશાકારક બોટલો સાથે ઈબ્રાહિમ ઉર્ફે ટીટો ઝડપાયો

જૂનાગઢ શહેરમાં નશાકારક કેફી દ્રવ્યોના વેચાણ સામે લાલ આંખ કરતા જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન નશાકારક કેફી ઔષધીય દ્રવ્યની કુલ 190 બોટલો સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

જૂનાગઢ એ ડિવિઝન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, શહેરમાં પ્રતિબંધિત અને નશાકારક સિરપનો જથ્થો વેચવા માટે લાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઈબ્રાહિમ ઉર્ફે ટીટો મંઘરા નામના શખ્સને દબોચી લીધો હતો. આરોપીની ઝડતી લેતા તેની પાસેથી કેફી દ્રવ્યની 190 બોટલો મળી આવી હતી.

મુદ્દામાલની વિગત

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં નશાકારક બોટલો 190 નંગ (કિંમત રૂપિયા 39,900/-) અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 44,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

પોલીસની કડક કાર્યવાહી

પકડાયેલ આરોપી ઈબ્રાહિમ ઉર્ફે ટીટો અગાઉ પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ, અને આ જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તેમજ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જૂનાગઢ પોલીસની આ કામગીરીથી નશાના કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી છે.


આ પણ વાંચો - Junagadh News: ધારાસભ્યની જાહેરાત પોકળ સાબિત થઈ, લોકો હવે કમિશનરને કરશે રજૂઆત