android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh News : જૂનાગઢના ગિરનારની ગોદમાં આજે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો

calendar_todayJanuary 4, 2026

Junagadh News : જૂનાગઢના ગિરનારની ગોદમાં આજે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો

ભવનાથ તળેટીમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે પણ સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનો શુભારંભ કેબિનેટ અને પ્રભારી મંત્રી પ્રદ્યુમન સિંહ વાજા દ્વારા ફ્લેગ ઓફ આપીને કરાવવામાં આવ્યો હતો. મંત્રીએ સ્પર્ધકોનો ઉત્સાહ વધારતા તેમને ગિરનાર સર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 1115 સાહસિકોએ આ પડકારજનક સ્પર્ધામાં ભાગ લીધો છે

આ સ્પર્ધા મુખ્યત્વે ચાર કેટેગરીમાં વહેંચાયેલી છે, સિનિયર બોયઝ, જુનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ, જુનિયર ગર્લ્સ છે. ભાઈઓ માટે ગિરનારના 5,500 પગથિયાં ચઢીને ઉતરવાનું લક્ષ્ય રખાયું છે, જ્યારે બહેનો માટે 2,200 પગથિયાંની મર્યાદા નક્કી કરવામાં આવી છે કડકડતી ઠંડી અને પહાડી રસ્તાઓ વચ્ચે પણ યુવાનોએ જે રીતે ગિરનારને સર કરવા દોડ લગાવી છે, તે જોઈને ઉપસ્થિત લોકો પણ દંગ રહી ગયા હતા.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે,આ સ્પર્ધા માત્ર એક રમત નથી, પરંતુ ગુજરાતના યુવાનોની શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળની કસોટી છે. રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. દર વર્ષે આયોજિત થતી આ સ્પર્ધાના તમામ વિજેતાઓ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થનાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાત્રતા ધરાવતા ખેલાડી તરીકે તેમને પ્રવેશ આપવામાં આવે છે.


આ પણ વાંચો : Gandhinagar News : તોલમાપ તંત્ર દ્વારા ગુજરાતની સોના-ચાંદીની દુકાનો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.6.79 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ