calendar_todayMay 12, 2026
Junagadh News: ગીરના જંગલમાં સિંહણે પ્રવાસીઓની જિપ્સી પાસે જ પશુ પર એટેક કર્યો, જુઓ શિકારનો Live Video
ગુજરાતમાં ગીરના જંગલમાં ફરવા માટે આવતા પ્રવાસીઓ માટે સિંહ જોવાની મજા કંઈક જુદી જ છે. દર વર્ષે અંદાજે ૮ થી ૧૦ લાખ પ્રવાસીઓ ગીરની મુલાકાત લે છે.સાસણ ગીર ઉપરાંત દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક અને ગિરનાર નેચર સફારીમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતનું ઘરેણું કહેવાતા સાવજોનું સંવર્ધન અને સુરક્ષા પણ એ જ રીતે થઈ રહી છે. ત્યારે ગીરના જંગલમાં સિંહના શિકારનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેને પ્રવાસીઓ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતાં.
સિંહની શક્તિ જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ
ગીરના જંગલનો એક વીડિયો હાલમાં જબરદસ્ત વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, જંગલ સફારીનો આનંદ માણવા માટે આવેલા પ્રવાસીઓની જિપ્સી પાછળ એક સિંહણ હતી. પ્રવાસીઓ તેને જોઈને આનંદ માણી રહ્યા હતાં. પરંતુ આ સિંહણની નજર તેના શિકાર પર હતી. પ્રવાસીઓની જિપ્સીની બિલકુલ નજીકથી આ સિંહણે છૂપા પગે સામેથી આવી રહેલા પશુ પર એટેક કર્યો હતો. આ દુર્લભ ઘટના પ્રવાસીઓએ તેમના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. સિંહણે કરેલા શિકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહની શક્તિ જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતાં.
આ પણ વાંચોઃ NEET UG PaPer Leak 2026: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ