calendar_todaySeptember 18, 2026
Junagadh Rain Update: માળીયાહાટીના અને મેંદરડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, રસ્તાઓ જળમગ્ન
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર મહેરબાન થઈને હેત વરસાવ્યું છે. જિલ્લાના માળીયાહાટીના તેમજ મેંદરડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ગીરના જંગલ વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે આખા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગીર પંથકના અનેક ગામોમાં પાણી ભરાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, ડેડકયાળ, અમરાપુર, રાણીધાર, ગુંદિયારી અને નવાનેશ સહિતના ગીર પંથકના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે.

ગામડાઓની શેરીઓમાં અને માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશ અને અવર-જવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનચાલકોને પડી મુશ્કેલીઓ
ગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે નાના વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અચાનક ગીર અને ગ્રામ્ય પંથકમાં પડેલા આ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને પણ મોટો ફાયદો થયો છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીએ તંત્રની કામગીરી સામે સવાલ પણ ખડા કર્યા છે.
આ પણ વાંચો: Junagadh Rain Update: કેશોદ પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર