calendar_todayJanuary 23, 2026
Junagadh: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા
શહેરમાં ગુનાખોરી પર લગામ કસવા અને ગેરકાયદેસર હથિયારોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય બની છે. જૂનાગઢ એ. ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી મેડિકલ કોલેજ પાછળના વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરતા એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દબોચી લીધો છે.
હથિયાર સાથે આંટાફેરા કરતો ઝડપાયો
જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ SOG ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સેબલ મેણસીભાઈ અખેડ અને કોન્સેબલ રોહિતભાઈ ધાધલને ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ હથિયાર સાથે મેડિકલ કોલેજ પાછળ આંબાવાડી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે.
હથિયારોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રસીયાદખાન નાસીરખાન યુસુફજઈ નામના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. રૂ. 10,000ની કિંમતનો એક હાથ બનાવટનો તમંચો. રૂ. 300ની કિંમતના 3 નંગ લાઈવ કાર્તૂસ. કુલ મુદ્દામાલ: રૂ. 10,300. તેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) મુજબ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાતી રંગભૂમિના તેજસ્વી તારા રાજુ બારોટનું નિધન, કલા જગતમાં શોકની લહેર