android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kachchh News : ગાંધીધામમાં 154 દુકાન ધરાવતી ગાંધી માર્કેટને તોડી પડાશે, મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ

calendar_todayMarch 29, 2026

Kachchh News : ગાંધીધામમાં 154 દુકાન ધરાવતી ગાંધી માર્કેટને તોડી પડાશે, મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ

કચ્છ જિલ્લાની ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂની વેજીટેબલ માર્કેટ નવીનીકરણના પગલે તોડી પાડવામાં આવી હતી. હવે આ સ્થળની નજીક જ આવેલી વર્ષો જૂની ૧૫૪ જેટલી દુકાન, ઓફિસ ધરાવતી ગાંધી માર્કેટ તોડવા માટે તૈયારી કરવામાં આવી છે. આજે મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને દસ દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓમાં મુદતને ધ્યાનમાં રાખીને કચવાટ પણ જોવા મળ્યો હતો.

કચ્છમાં ગાંધીમાર્કેટ તોડવા માટે તૈયારી

સૂત્રોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા એક પછી એક પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેમાં જર્જરિત ઇમારતો લોકોના માટે જાનમાલ માટે જોખમરૂપ હોય તે દૂર કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરની મધ્યમાં રહેલી અને હાર્દસમી ગણી શકાય તેવી ગાંધી માર્કેટના નવીનીકરણ માટે તૈયારી કરવામાં આવી છે.જેના ભાગરૂપે આજે મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા વેપારીઓને નોટિસ આપવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આ સમયે અગાઉ મહાનગરપાલિકાએ સમય આપશે તેવી ખાતરી આપી હોવાની દલીલ કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. જોકે, મહાનગરપાલિકા દ્વારા આ બાબતે અગાઉ સંબંધિત વેપારીઓને બોલાવીને સૂચના આપી હતી અને મિટિંગ પણ યોજી હતી તેવા સંકેત મળી રહ્યા છે.

154 દુકાન, ઓફિસને ખાલી કરવા નોટિસ

હવે જોવું એવું કે આ બિલ્ડિંગ ક્યારે ખાલી થાય છે? વેપારીઓ દ્વારા દલીલ કરવામાં આવે છે કે, નવી બિલ્ડિંગ બનાવવામાં આવનાર છે તેના નકશા તૈયાર કરવામાં આવ્યા નથી. જોકે, આ નકશા આવ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ નવા બિલ્ડિંગમાં જે તે દુકાનદારને તેની જૂની વ્યવસ્થા છે તે મુજબ ફાળવણી કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફલોરમાં 58 પ્રથમ માળ અને બીજા માળે 48-48 દુકાનો, ઓફિસો આવેલી છે. સૂત્રોના દાવા મુજબ નગરપાલિકા સમયે આ બિલ્ડિંગના રિનોવેશન માટે તૈયારી કરવામાં આવી હતી. ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા અને રિપેરિંગના કામમાં અંદાજે 23 લાખનું ટેન્ડર નક્કી થયું હતું, પરંતુ પાછળથી નગરપાલિકા પાણીમાં બેસી ગઈ હતી.

આ પણ વાંચોઃ Surat News: મોબાઈલ પર ઈ ચલણની બનાવટી નોટિસ મોકલી, ફાઈલ ઓપન કરતાં જ ખાતું ખાલી