calendar_todaySeptember 6, 2026
Kalol: નગરપાલિકાના વૉર્ડ નં. 4માં સિમેન્ટ રોડનું કામ પૂર્ણ
કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. 4માં વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા મહત્વપૂર્ણ જાહેર માર્ગનું કામ પૂર્ણ થતાં સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાગ્યોદય સોસાયટીથી વૃંદાવન સોસાયટીના ઢાળ સુધી અને હાઈવેને જોડતા માર્ગ પર ગુણવત્તાયુક્ત CC રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ માર્ગ લાંબા સમયથી ખાડાઓ અને બિસ્માર હાલતના કારણે સ્થાનિક રહીશો તેમજ રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો હતો. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન માર્ગની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા. સ્થાનિક રહીશોની સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. 4ના કાઉન્સિલરો દ્વારા રોડના કામ માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે રસ્તાની કામગીરી ચાલુ કરાઇ હતી અને વાહનવ્યવહારને અનુકૂળ માર્ગ તૈયાર થયો છે. વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવી મજબૂત અને ગુણવત્તાયુક્ત રોડ મળતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો