android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kanpur Accident: કોણ છે શિવમ મિશ્રા? જેની લેમ્બોર્ગિનીએ 6 લોકોને કચડ્યા

calendar_todayFebruary 9, 2026

Kanpur Accident: કોણ છે શિવમ મિશ્રા? જેની લેમ્બોર્ગિનીએ 6 લોકોને કચડ્યા

ઉદ્યોગપતિના પુત્ર શિવમ મિશ્રાએ રવિવારે વીઆઈપી રોડ પર પોતાની હાઇસ્પીડ લેમ્બોર્ગિની સાથે તબાહી મચાવી હતી. અહેવાલો અનુસાર, રવિવારે બપોરે લગભગ 3:15 વાગ્યે, ગ્વાલટોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેવ-3 (વીઆઈપી રોડ) નજીક દિલ્હી રજિસ્ટ્રેશન નંબરવાળી કાળી લેમ્બોર્ગિની નિયંત્રણ બહાર થઇ ગઇ હતી. કાર જબરદસ્ત સ્પીડમાં હતી. ડ્રાઇવર શિવમ મિશ્રાએ કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર ફૂટપાથ અને રસ્તાની બાજુમાં ઉભેલા છથી વધુ લોકોને ટક્કર મારી.

લેમ્બોર્ગિની કાર ચાલકે 6ને કચડ્યા


ટક્કર એટલી ગંભીર હતી કે બુલેટ સવાર હવામાં ઉછળીને દૂર ફેંકાઈ ગયો. બેકાબૂ બનેલી લેમ્બોર્ગિનીનું વ્હીલ બુલેટ પર ફરી ગયું. ભોગ બનેલા સોનુ ત્રિપાઠી, વિશાલ અને તૌફીકે જણાવ્યું કે તેઓ ત્યાં ઉભા હતા ત્યારે કારે તેમને ટક્કર મારી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને હોબાળો મચી ગયો. પોલીસે ખૂબ જ મુશ્કેલીથી શિવમ મિશ્રાને બચાવી લીધો. જોકે પીડિતોનો આરોપ છે કે જ્યારે તેઓ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન ગયા ત્યારે ત્યાં હાજર વેપારીના બાઉન્સરોએ તેમની સાથે દુર્વ્યવહાર અને અપમાન કર્યું. હાલમાં પોલીસે લેમ્બોર્ગિની કબજે કરી લીધી છે અને શિવમ મિશ્રાને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે.

શિવમ મિશ્રા અને કેકે મિશ્રા કોણ છે?

  • શિવમ મિશ્રા કાનપુરના એક પ્રખ્યાત તમાકુ વેપારી કેકે મિશ્રાના પુત્ર છે. તેઓ વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે.
  • માર્ચ 2024 માં, તેમના પરિસરમાં દરોડામાં 150 કરોડ રૂપિયાની કરચોરી, 12 કરોડ રૂપિયાની ઘડિયાળો, 7 કરોડ રૂપિયાના ઘરેણાં અને કરોડોની કિંમતની કારનો કાફલો મળી આવ્યો હતો.
  • 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતની કાર મળી આવી હતી.
  •  દિલ્હીમાં તેઓની હવેલીમાંથી 16 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ મળી આવી હતી.
  •  લેમ્બોર્ગિની, ફેરારી અને મેકલેરેન કાર પણ મળી આવી હતી.
  • શિવમે પોતાનો જન્મદિવસ એટલી ભવ્ય રીતે ઉજવ્યો કે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આવકવેરા વિભાગના ધ્યાન પર આવ્યો.
  • પીડિતોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • ઇજાગ્રસ્તોને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પીડિતોએ ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક શિવમ મિશ્રા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે જેમાં કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.