android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kapadwanj : કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈ-વે ઉપર રેતી અને કપચીના ઢગલા ખડકાયા

calendar_todayOctober 26, 2026

Kapadwanj : કપડવંજ-મોડાસા સ્ટેટ હાઈ-વે ઉપર રેતી અને કપચીના ઢગલા ખડકાયા

કપડવંજ-મોડાસા સ્ટેટ હાઇવે પર ઇસ્લામપુરા નજીક માર્ગ પર જ રેતી અને કપચીના ઢગ ખડકી દેવામાં આવતાં વાહનચાલકો તેમજ રાહદારીઓની મુશકેલીમાં વધારો થયો છે. સ્ટેટ હાઇવે જેવા વ્યસ્ત માર્ગ પર બાંધકામની સામગ્રી જાહેર રસ્તા પર ઠાલવી દેવામાં આવતાં વાહનવ્યવહારને અસર થવાની સાથે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે રાહદારીઓને પણ સુરક્ષિત રીતે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. કપડવંજ-મોડાસા માર્ગ આસપાસના વિસ્તારોને જોડતો મહત્ત્વનો માર્ગ હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. તેમ છતાં ઇસ્લામપુરા નજીક માર્ગ પર રેતી અને કપચીના ઢગ જોવા મળતાં જાહેર માર્ગની સલામતી સામે સવાલો ઊભા થયા છે. માર્ગ પર આવી રીતે બાંધકામ સામગ્રી રાખવામાં આવતાં વાહનચાલકોને રસ્તો પસાર કરતી વખતે સાવચેતી રાખવી પડે છે. ખાસ કરીને સામેથી વાહન આવતું હોય ત્યારે રસ્તા પર અવરજવર કરવામાં મુશકેલી સર્જાઈ શકે છે અને અકસ્માતની શક્યતા પણ વધી શકે છે.આ ઉપરાંત, કેટલાક તત્વો દ્વારા જાહેર માર્ગ પર ખાનગી વાહનોનો અડિંગો જમાવવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે. એક તરફ્ માર્ગ પર ખાનગી વાહનો ખડકાયેલા રહેતા હોવાની સમસ્યા છે. રેતી અને કપચીના ઢગને કારણે રસ્તો સાંકડો બનતો હોવાની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે વાહનચાલકોની સાથે પગપાળા ચાલતા લોકોને પણ મુશકેલી વેઠવી પડી રહી છે. રાહદારીઓ માટે રસ્તાની બાજુએથી સુરક્ષિત રીતે પસાર થવાની જગ્યા ન રહેતાં તેમને વાહનોની અવરજવર વચ્ચે ચાલવા મજબૂર બનવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જાહેર માર્ગ પર બાંધકામ સામગ્રી ઠાલવવાની અને વાહનો આડેધડ પાર્ક કરવાની પ્રવૃત્તિ સામે જવાબદાર તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક સ્તરે અપેક્ષા છે. સ્ટેટ હાઇવે પર વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા જળવાય તે માટે માર્ગ પરથી રેતી-કપચીના ઢગ દૂર કરાવવા, આડેધડ પાર્કિંગ અટકાવવા તેમજ જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા માગ ઊઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો