android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kaushambi : પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને પરિવારે મેથીપાક ચખાડ્યો અને પછી મંદિરમાં જઇ લગ્ન કરાવી દીધા

calendar_todaySeptember 16, 2026

Kaushambi : પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને પરિવારે મેથીપાક ચખાડ્યો અને પછી મંદિરમાં જઇ લગ્ન કરાવી દીધા

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં પ્રેમસંબંધનો ચોંકાવનારો અંત સામે આવ્યો છે. પિપરિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમિકાને મળવા રાત્રે પહોંચેલા યુવકને યુવતીના પરિવારજનોએ પકડી લીધો હતો. યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.

3 વર્ષથી ચાલતો હતો પ્રેમસંબંધ

મળતી માહિતી મુજબ, જાટી ગામનો 20 વર્ષીય આકાશ દિવાકર શેરગઢ ગામમાં રહેતી 19 વર્ષીય સલોણી દિવાકરને મળવા પહોંચ્યો હતો. બંને વચ્ચે છેલ્લા આશરે 3 વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી છે. બંને પરિવારથી છુપાઈને એકબીજાને મળતા હોવાનું પણ જણાવાયું છે.

રાત્રે પકડાયા બાદ મારપીટનો આક્ષેપ

આકાશ ગામમાં પહોંચ્યો હોવાની જાણ સલોણીના પરિવારજનોને થતાં બંનેને પકડી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આકાશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસ સ્ટેશનથી મંદિર સુધી પહોંચ્યો મામલો

પોલીસ સ્ટેશનમાં બંને પરિવાર વચ્ચે ચર્ચા થયા બાદ લગ્ન માટે સહમતી બની હતી. પરિવારજનોની સંમતિથી તિલ્હાપુર મોર સ્થિત મંદિરમાં આકાશ અને સલોણીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ રીતે રાત્રે શરૂ થયેલો વિવાદ અંતે લગ્નમાં ફેરવાઈ ગયો.

પોલીસે કાર્યવાહી ન કર્યાનો ખુલાસો

પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવાર લગ્ન માટે રાજી હતા અને કોઈ કાર્યવાહી ઇચ્છતા ન હતા. પોલીસને માહિતી મળી છે કે બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા છે. પરિવારજનોની સહમતી બાદ કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. 


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત