calendar_todaySeptember 30, 2026
Keshod: કેશોદ એસ.ટી. ડેપો ખાતે આદર્શ નિવાસી શાળા દ્વારા રેલી અને નાટકનું આયોજન
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા, કેશોદ તથા એસ.ટી. ડેપો, કેશોદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. ડેપો સહિતના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે જનજાગૃતિ માટે રેલી, નાટક અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નાટક દ્વારા સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તથા સ્વચ્છતા પ્રત્યે સૌએ પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં એસ.ટી. ડેપો મેનેજર બી. જી. ભીલ, શાળાના આચાર્ય બી. એસ. ભાવસાર, વ્યાયામ શિક્ષક ડૉ. હમીરસિંહ વાળા, અધિકારીઓ, કર્મચારીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો