android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Khambhaliya: રખડતા કૂતરાઓનો કહેર : માત્ર 50 દિવસમાં 400થી વધુને બચકા ભર્યા

calendar_todayFebruary 22, 2026

Khambhaliya: રખડતા કૂતરાઓનો કહેર : માત્ર 50 દિવસમાં 400થી વધુને બચકા ભર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા અને આસપાસના પંથકમાં રખડતા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે.

છેલ્લા દોઢ માસના ટૂંકા ગાળામાં કૂતરા કરડવાના બનાવોમાં થયેલો આશ્ચર્યજનક વધારો સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. સરકારી હોસ્પિટલના આંકડા મુજબ, વર્ષ 2026ની શરૂઆતના માત્ર 50 દિવસમાં જ 415 જેટલા લોકો શ્વાન દંશનો ભોગ બન્યા છે.

જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. કેતન જોષી દ્વારા મળતી માહિતી મુજબ, જાન્યુઆરી માસમાં કૂતરા કરડવાના કુલ 265 કેસ નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરી માસના પ્રથમ 20 દિવસમાં જ વધુ 150 કેસ સામે આવ્યા છે. આમ, જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધીમાં કુલ 415 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભરી ઇજાઓ પહોંચાડી છે.શહેરમાં દિવસેને દિવસે વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસથી સામાન્ય નાગરિકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થવું પણ હવે જોખમી બની ગયું છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.આ અંગે ડો. કેતન જોષીએ જણાવ્યું હતું કે, શ્જ્યારે પણ કોઈ વ્યક્તિને કૂતરો કરડે, ત્યારે જરા પણ બેદરકારી રાખ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) મુકાવી લેવી જોઈએ. જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. સમયસર સારવાર લેવાથી હડકવા જેવી જીવલેણ બીમારી અને અન્ય ગંભીર જટિલતાઓથી બચી શકાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો