android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Khandwa : 24 વર્ષે કરેલી યુવતીની છેડતીના ગુનામાં આરોપી હવે 64ની ઉંમરે પોલીસના હાથે ઝડપાયો

calendar_todaySeptember 12, 2026

Khandwa : 24 વર્ષે કરેલી યુવતીની છેડતીના ગુનામાં આરોપી હવે 64ની ઉંમરે પોલીસના હાથે ઝડપાયો

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં પોલીસને એક ચોંકાવનારી સફળતા મળી છે. વર્ષ 1986માં યુવતી સાથે છેડતીના કેસમાં ઝડપાયેલા આરોપીને લગભગ 40 વર્ષ બાદ ફરીથી ધરપકડ કરવામાં આવી છે. તે સમયે આરોપીની ઉંમર 24 વર્ષ હતી, જ્યારે હવે તે 64 વર્ષનો થઈ ચૂક્યો છે.

જામીન મળ્યા બાદ કોર્ટમાં હાજર જ ન થયો

પોલીસના જણાવ્યા અનુસાર, અશોક કુમાર વિરુદ્ધ વર્ષ 1986માં એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેને જામીન મળ્યા, પરંતુ તે નિયમિત કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો નહીં.

કાયમી વોરંટ જાહેર

લાંબા સમય સુધી ગેરહાજર રહેતાં કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ કાયમી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

દુકાન બંધ, ઘરને પણ તાળું

પોલીસે આરોપીના જૂના સરનામાંઓ પર તપાસ હાથ ધરી હતી. જલેબી ચોક ખાતે તેની હેર કટિંગની દુકાન હતી, પરંતુ તે બંધ મળી આવી. ત્યારબાદ સંજયનગર સ્થિત તેના ઘરે તપાસ કરતાં ત્યાં પણ તાળું જોવા મળ્યું.

બાતમીના આધારે ઝડપાયો

આ દરમિયાનપોલીસને બાતમી મળી કે અશોક બસ સ્ટેન્ડ નજીક આવેલી શેરડીના રસની ચરખી પર રહે છે. પોલીસે ત્યાં પહોંચી તેને ઝડપી લીધો હતો.

ઓળખ બાતમીથી થઈ

40 વર્ષના લાંબા સમયગાળામાં આરોપીનો ચહેરો અને હુલિયો ઘણો બદલાઈ ગયો હતો. જોકે, પોલીસને મળેલી બાતમી અને પરિવારજનો પાસેથી મળેલી માહિતીના આધારે તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવી હતી.

આરોપીએ જૂનો કેસ યાદ ન હોવાનો દાવો કર્યો 

પૂછપરછ દરમિયાન આરોપીએ જૂનો કેસ યાદ ન હોવાનો દાવો કર્યો હતો. તેણે કઈ યુવતી સાથે છેડતી કરી હતી તે પણ યાદ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટના આદેશ બાદ જેલમાં મોકલી દેવાયો હતો.  


આ પણ વાંચો :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’