android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Khedbrahma માં અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે 3 જાન્યુઆરીએ ભવ્ય રીતે ઉજવાશે

calendar_todayJanuary 2, 2026

Khedbrahma માં અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે 3 જાન્યુઆરીએ ભવ્ય રીતે ઉજવાશે

સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી, 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.

મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું

મહોત્સવના દિવસ દરમિયાન સવારથી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 6:30 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

કાર્યક્રમોનું આયોજન

મંદિરમાં સવારે 6:30 વાગે મંગળા આરતી, સવારે 6:45 વાગે માતાજી માટે 56 ભોગનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરાશે તથા સવારે 8:00 વાગે આરતી મંડળ દ્વારા 25 કિલોની કેક કાપી કાર્યક્રમ શરૂ થશે

ચાચર ચોકમાં ભવ્ય ગરબાનો કાર્યક્રમ થશે

ત્યારબાદ મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા સુમધુર શરણાઈના સંગીત સાથે નીકળશે અને સાંજે 7:00 વાગે સંધ્યા આરતી તથા સાંજે 7:30 વાગે આરતી મંડળ દ્વારા 51 કિલોની બીજી કેક કાપવામાં આવશે. રાત્રે 8:00 વાગે માતાજીના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનો કાર્યક્રમ થશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.


આ પણ વાંચો----   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર