calendar_todaySeptember 15, 2026
Kim : કીમ તેરાપંથ સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભાવભેર ઉજવણી કરાઇ
કીમ ખાતે તેરાપંથ શ્રાવક સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભક્તિભાવ અને શ્રાદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના સર્વોચ્ચ પર્વ પર્યુષણના 8 દિવસ દરમિયાન સમસ્ત તેરાપંથ ધર્મસંઘના પ્રત્યેક પરિવારે ગહન ધર્મ આરાધના કરી હતી. પરમ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય મહાશ્રામણજીના પ્રવક્તા ઉપાસિકા લીલાજી મહેતા તેમજ સહયોગી ઉપાસિકા સુમનજી ભંસાલીના સાંનિધ્યમાં અનેક શ્રાવકોએ તપ, જપ અને ઉપવાસ થકી આત્માશુદ્ધિની સાધના કરી હતી. તેમણે ભગવાન મહાવીર સ્વામીના જીવનદર્શન અને તેમના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર પ્રકાશ પાડયો હતો. આ આયોજન કીમ તેરાપંથ ધર્મસંઘના સુશ્રાવક સતીશકુમાર સામરા, કીમ તેરાપંથ સમાજના અધ્યક્ષ સુરેશભાઇ મહેર તેમજ મહિલા મંડળનાં અધ્યક્ષ મંજુલાબેન બાબુલાલ સામરાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતા હેઠળ કરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો