android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch : ગાંધીધામમાં BSF જવાને પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારી કર્યો આપઘાત

calendar_todayMay 22, 2026

Kutch : ગાંધીધામમાં BSF જવાને પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારી કર્યો આપઘાત

ગાંધીધામમાંથી કાળજું કંપાવી દે તેવી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. દેશની સરહદોની રક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના એક જવાને પોતાની જ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા સેન્ય છાવણી સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

પોતાની જ સર્વિસ રાઇફલથી આપઘાત કર્યો

મળતી વિગતો મુજબ, આ ચોંકાવનારી ઘટના ગાંધીધામ ખાતે આવેલી BSFની 90 બટાલિયનમાં બની છે. અહીં ફરજ બજાવતા જવાન પંકજ લખુભાઈ મેમાકિયાએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. પંકજ મેમાકિયા એ પોતાની સત્તાવાર સર્વિસ રાઇફલ માંથી પોતાની જાત પર ગોળી ચલાવી દીધી હતી. ગોળીનો અવાજ થતાં જ આસપાસના અન્ય સાથી જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ગોળી વાગવાના કારણે ગંભીર ઈજાઓ થતાં જવાન પંકજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મૃતદેહને પીએમ માટે જામનગર મોકલાશે

બનાવની જાણ થતાં જ BSFના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક જવાનના પાર્થિવ દેહને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ