calendar_todayJanuary 17, 2026
Kutch Earthquake : ગત રાત્રે આવેલા 4.1ની તીવ્રતાના ભૂકંપનું એપિસેન્ટર પાકિસ્તાનમાં નોંધાયું, વૈજ્ઞાનિકોએ શરુ કર્યું રિસર્ચ
કચ્છ જિલ્લામાં ગઈ મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપિસેન્ટર પાકિસ્તાન વિસ્તારમાં નોંધાયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
કચ્છમાં આવેલી એક્ટિવ ફોલ્ટ લાઈનના કારણે આ ભૂકંપ આવ્યો
ગાંધીનગર સ્થિત આઇએસઆરના ઇન્ચાર્જ ડિરેક્ટર ડો.સંતોષ કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાન મુજબ કચ્છમાં આવેલી એક્ટિવ ફોલ્ટ લાઈનના કારણે આ ભૂકંપ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અરબી સમુદ્રમાં પણ હળવો ભૂકંપનો આંચકો નોંધાયો હતો
આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ હળવો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જે પશ્ચિમ કિનારાની ફોલ્ટ લાઈન સાથે સંકળાયેલો હોવાનું નિષ્ણાતો જણાવે છે.
ગત 13 તારીખે અરબી સમુદ્રમાં આવેલો ભૂકંપનો આંચકો સામાન્ય પ્રકારનો
ઉલ્લેખનીય છે કે ગત 13 તારીખે અરબી સમુદ્રમાં આવેલો ભૂકંપનો આંચકો સામાન્ય પ્રકારનો હોવાનું વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે.
ઉપલેટા તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓમાં ઘટાડો
બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટા વિસ્તારમાં લોકોને થોડી રાહત મળી છે. ઉપલેટા તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓમાં ઘટાડો નોંધાયો છે. આ બાબતે નિષ્ણાતોની એક ટીમ વિસ્તારમાં મોકલવામાં આવી હતી, જેઓએ ગ્રામજનોને ભૂકંપની પ્રકૃતિ, કારણો અને ડર ન રાખવા અંગે સમજાવટ આપી હતી.
આ પણ વાંચો---- Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા