android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ

calendar_todayAugust 30, 2026

Kutch: સામખીયાળી હાઇવેની હોટલમાંથી MD ડ્રગ્સ અને પોષડોડા પાઉડર ઝડપાયો, 3 ની ધરપકડ

સામખીયાળી હાઇવે પર માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતીના આધારે સામખીયાળી પોલીસ ટીમે એક હોટલ પર સરપ્રાઇઝ રેડ (દરોડો) પાડી હતી. હોટલમાં તપાસ કરતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે હોટલની આડમાં ડ્રગ્સ ખરીદ-વેચાણનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો.

સામખીયાળી હાઇવે પર હોટલમાં પોલીસનો દરોડો

પોલીસે સ્થળ પરથી હોટલ ચલાવતા અને માદક પદાર્થોનું વેચાણ કરતા રાજસ્થાનના ઝાલોર અને બાડમેર જિલ્લાના વતની એવા ત્રણ શખ્સો - રાજેશ બિશ્નોઇ, રઘુ નાથારામ બિશ્નોઇ અને જગદીશ બિશ્નોઇની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. દરોડા દરમિયાન પોલીસે હોટલની તલાશી લેતાં 18 ગ્રામ બ્રાઉન એમ.ડી. ડ્રગ્સ, 25 ગ્રામ સફેદ એમ.ડી. ડ્રગ્સ અને 3.111 કિલોગ્રામ પોષડોડા પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે સંચાલકો પાસેથી રોકડ રકમ, દસ્તાવેજી પુરાવા અને 6 નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2.50 લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.

હોટલની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

આરોપીઓ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક તત્વોને નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા. ત્રણેય આરોપીઓ સામે સામખીયાળી પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: Monsoon 2026 : રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય છતાં ભારે વરસાદની શક્યતા નહિવત