calendar_todayApril 24, 2026
Local body election: 210 સંવેદનશીલ બુથ પર 1500 પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવાશે : SP રવિ તેજા વાસમ શેટ્ટી
આજે સાંજના છ કલાકથી ઉમેદવારો-રાજકીય પક્ષોને જાહેરમાં પ્રચાર પડધમ શાંત કરવા પડશે.આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 731 ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે.રવિવારે 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.ત્યારે ગાંધીનગરમાં ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાશે. 210 સંવેદનશીલ મથક પર પોલીસ બંદોબસ્ત રહેશે.
ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન
ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે, આજે સાંજથી જ બંદોબસ્ત શરૂ થશે. શહેર અને જિલ્લામાં પોલીસની 57 વાન પેટ્રોલિંગમાં રહેશે. 8 DySP, LCB, SOG પણ ફરજ બજાવશે. વધારેમાં વધારે વોટિંગ થાય એવી અમારી વિનંતી છે. 210 સંવેદનશીલ મથક પર પોલીસ બંદોબસ્ત રહેશે. અલગ અલગ તાલુકામાં સ્ટ્રોંગ રૂમ બનાવ્યા છે.25 દિવસમાં 5 હજાર લોકોની અટકાયત કરાઈ છે. 1 હજાર હથિયાર ડિપોઝીટ કર્યા છે. 10 પાસા, 6 તડીપાર કરવાના કેસ કર્યા છે.