android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Local body election: શરાબ અને શબાબ બાદ હવે AAPના નેતાઓના માથા ઉપર ટિકિટોના ખેલની કાળી ટીલી

calendar_todayApril 15, 2026

Local body election: શરાબ અને શબાબ બાદ હવે AAPના નેતાઓના માથા ઉપર ટિકિટોના ખેલની કાળી ટીલી

આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં ગંદકી સાફ કરવાના બણગા ફૂંકતા હતા. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે લફંગા,ગુંડા જેવા કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.જેને લઈ આપના પ્રદેશ નેતાઓ પર ફિટકાર વરસી રહી છે.બીજી બાજુ ચૂંટણીમાં ટિકિટથી વંચિત છે તેવા કાર્યકરે તાજેતરમાં આપના નેતાઓ પર શરાબ-શબાબના ગંભીર આક્ષેપો કર્યા છે.ગુજરાતના આપના નેતાઓ તેમના દિલ્હીના કેટલાક નેતાઓને આ પ્રકારની સુવિધાઓ કરી આપે છે, આ પ્રકારના ગોરખધંધા કરતાં સહેજ પણ શરમ પણ આવતી નથી.

પ્રદેશ નેતાઓ એકબીજા ઉપર ઠીકરું ફોડે છે

ટૂંકમાં ટિકિટ ફાળવણીમાં ગોલમાલ બાદ આપની જે નાલેશીભરી સ્થિતિ સર્જાઈ છે. તેમાં પ્રદેશ નેતાઓ એકબીજા ઉપર ઠીકરું ફોડવાનું શરૂ કરી દીધું હોવાનો ગણગણાટ આપમાં વહેતો થયો છે.રાજકીય સૂત્રો કહે છે કે,આમ આદમી પાર્ટીમાં ટિકિટોના ખેલ પડયા બાદ કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.આપના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતાં જ સીમિત છે.ગોપાલ ઈટાલિયાને સુરત અને વિસાવદર સિવાય કંઈ સૂઝતું નથી.આ તરફ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના જ મત વિસ્તાર આસપાસના ક્ષેત્રમાં ફર્યા રાખે છે.

ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ટકરાવ વધ્યો

સમયાંતરે રાજ્ય સરકારના વખાણ કરતાં રહેતાં ધારાસભ્ય હેમંત ખવાએ હજુ સુધી કોઈ ખાસ ઓળખણ ઊભી કરી નથી. આવી જ હાલત ધારાસભ્ય સુધીર વાઘાણીની છે.એકંદરે આપના ગણ્યાગાંઠ્યા કહેવાતા નેતાઓ કૂવાના દેડકા જેવા સાબિત થઈ રહ્યા છે. ચોક્કસ વિસ્તારો પૂરતાં જ તેઓ સીમિત રહ્યા છે.અમદાવાદ જેવા શહેરમાં ગાઉન્ડ ઉપર તેમની પાસે ખાસ કાર્યકરોની ફોજ પણ નથી.માત્ર સોશિયલ મીડિયા ઉપર જ હાવિ છે.આ અંદરો અંદરની ખેંચતાણ વચ્ચે આપના બોટાદના ધારાસભ્યે તો પાર્ટીથી છેડો ફાડી દીધો છે.આપના પ્રમુખ ઈસુદાન અને ધારાસભ્ય ઈટાલિયા વચ્ચે પણ ટકરાવ વધ્યો હોવાની આપમાં ચર્ચા છે.

આપનો મેળ પડે તેમ લાગતું નથી

આપના વર્તુળોમાં ચર્ચા છે કે,આપના હાઈકમાન્ડને આશા હતી કે,ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ કાઠું કાઢશે.જોકે ચૂંટણીમાં ટિકિટની ગોલમાલના ગંભીર આક્ષેપોની ફરિયાદો તેમજ કેટલીક બેઠકો પર ગુંડા જેવાને મેદાનમાં ઉતાર્યા છે.આ જોતાં હાઈકમાન્ડની આશા ઉપર અત્યારથી જ પાણી ફરી વળ્યું છે. આપના જ કાર્યકરના દાવા પ્રમાણે અમદાવાદમાં આપના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટો ડુલ થવાની છે.આપ હાઈકમાન્ડને હવે લાગી રહ્યું છે કે, ઉમેદવારોમાં ગરબડો થઈ છે એટલે આપના દેખાવમાં ભલીવાર નહિ રહે, આપનો મેળ પડે તેમ લાગતું નથી.

આ પણ વાંચોઃ Ahmedabad News: વાસણા બેરેજના 18 દરવાજાના રિપેરિંગ માટે આજે સાબરમતી નદી ખાલી થશે, 9 કરોડનો ખર્ચ કરાશે