android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Local Body Elections 2026: અમદાવાદ ટ્રાફિક એલર્ટ, 28મીએ મતગણતરીને પગલે આ માર્ગો રહેશે બંધ, નીકળતા પહેલા જાણી લો વૈકલ્પિક રસ્તા

calendar_todayApril 27, 2026

Local Body Elections 2026: અમદાવાદ ટ્રાફિક એલર્ટ, 28મીએ મતગણતરીને પગલે આ માર્ગો રહેશે બંધ, નીકળતા પહેલા જાણી લો વૈકલ્પિક રસ્તા

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આવતીકાલે મંગળવારે 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીને લઈને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (નવરંગપુરા) અને ગુજરાત કોલેજ કેમ્પસ (એલિસબ્રિજ) ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી થવાની હોવાથી, આ વિસ્તારોમાં ટ્રાફિક જામ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બંધ રહેનારા મુખ્ય માર્ગો અને વૈકલ્પિક વ્યવસ્થા

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ વિસ્તારમાં કોલેજના મુખ્ય ગેટથી દાદા સાહેબના પગલા ચાર રસ્તા સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો દાદા સાહેબના પગલાથી વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ થઈ અંધજન મંડળ અને પાંજરાપોળ તરફના રસ્તાનો ઉપયોગ કરી શકશે.

ગુજરાત કોલેજ પાસે પણ ડાયવર્ઝન

ગુજરાત કોલેજ વિસ્તારમાં ઇન્દર રેસિડેન્સી ટી થી ગુજરાત કોલેજ થઈ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો માર્ગ પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક રીતે ટાઉનહોલ ચાર રસ્તાથી કલગી ચાર રસ્તા અથવા નગરી હોસ્પિટલથી સી.એન.આઈ. ચર્ચ સર્કલ તરફના માર્ગોનો ઉપયોગ કરી શકાશે.

જાહેરનામાની અમલવારી

આ જાહેરનામું 28 એપ્રિલે રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી અમલમાં રહેશે. જોકે, ચૂંટણી ડ્યુટીમાં રોકાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે


આ પણ વાંચો----   Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી