calendar_todayApril 14, 2026
Loksabhaમાં સીટોની સંખ્યા વધી શકે, 16 એપ્રિલે રજૂ થશે સંશોધન વિધેયક
કેન્દ્ર સરકાર લોકસભા સીટને 543થી વધારીને 850 કરવાની યોજના પર કામ કરી રહી છે. જેનાથી લાંબા સમયથી પડતર 33 ટકા મહિલા અનામત કાયદો લાગુ કરવાનો રસ્તો સાફ થઈ શકે. પ્રસ્તાવિત ડ્રાફ્ટ બિલ સાંસદની સાથે શેયર કરવામાં આવ્યું છે અને તેની પર સંસદના વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે.
સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી
નવી વ્યવસ્થા હેઠળ 815 સીટ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને મળશે. તેની સાથે જ 2011ની વસ્તી ગણતરીના આધાર પર સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી છે, જેથી બેઠકો ફરીથી નક્કી કરી શકાય. આ ફેરફાર 2029 લોકસભા ચૂંટણીથી લાગુ થઈ શકે છે. જો કે વિપક્ષે આ પ્રસ્તાવ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઘણી પાર્ટી 2011ની જગ્યાએ 2021 વસ્તી ગણતરીના આધાર પર સીમાંકનની માગ કરી રહી છે.
સાંસદોને ફરજિયાત હાજર રહેવા સૂચના
સાથે જ પછાત વર્ગની મહિલાઓ માટે "ક્વોટાની અંદર ક્વોટા" ની માગણી ઉઠાવવામાં આવી રહી છે. સરકારને બંધારણીય સુધારો પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે, તેથી વિપક્ષ આ મુદ્દા પર દબાણ લાવવા માટે એક વ્યૂહરચના વિકસાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બિલને પાસ કરાવવા માટે 16થી 18 એપ્રિલ સુધીનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે અને ભાજપે પોતાના તમામ સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે કહ્યું છે. જો બિલ પાસ થશે તો 815 સીટ રાજ્યો માટે અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે 35 સીટ અનામત રહેશે.
આ પણ વાંચો : PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર 40 મિનિટ સુધી થઈ વાતચીત