calendar_todayMarch 23, 2026
Loksabha સીટમાં થશે વધારો, મહિલાઓને 2029થી મળશે અનામત, સરકાર સુધારા બિલ લાવવાની તૈયારીમાં
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત કરવા માટે સરકાર નારી શક્તિ વંદન અધિનિયમ લઈને આવી હતી. આ બિલ પાસ થયા છતાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ થઈ શકી નહીં. હવે સરકાર જલદી જ મહિલાઓ માટે સીટ અનામત કરવા, આ કાયદો લાગુ કરવાની તૈયારીમાં છે.
શું લોકસભાની સીટો 543થી વધીને 816 થઈ જશે?
મહિલાઓને અનામત આપવા માટે સરકાર હવે સંસદમાં સુધારા બિલ લાવશે. આ બિલમાં લોકસભા બેઠકોનું સીમાંકન અને સીટો વધારવા માટે 2011ની વસ્તી ગણતરીના આધારને માનવા માટે જોગવાઈ કરવામાં આવશે. આ સુધારા બિલ પાસ થયા બાદ નવા સીમાંકનમાં લોકસભાની સીટો 543થી વધીને 816 થઈ જશે. 816 સભ્યવાળી લોકસભામાં 273 સીટ મહિલાઓ માટે અનામત રહેશે.
ઉલ્લેખનીય છે કે નારી શક્તિ વંદન અધિનિયમ જે સંસદના બંને ગૃહમાંથી પાસ થયું હતું, તેમાં આ જોગવાઈ હતી કે આ નવી વસ્તી ગણતરી અને સીમાંકન બાદ લાગુ થશે. આ સુધારો એટલે લાવવામાં આવશે, જેનાથી 2029ની લોકસભા ચૂંટણી સુધી મહિલા અનામત લાગુ કરવામાં આવી શકે.
મહિલાઓ માટે 273 સીટ અનામત કરવામાં આવી શકે
સરકારની તૈયારી નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાની સાથે જ બંધારણ સુધારો લાવવાની પણ છે. આ બંધારણ સુધારો એટલે લાવવામાં આવશે, જેનાથી વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધાર પર લોકસભામાં સીટ વધારી શકાય અને 2029ની સામાન્ય ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવામાં આવી શકે. 2011ની વસ્તી ગણતરીના આધાર પર 2029ની લોકસભા ચૂંટણીમાં સીટની સંખ્યા 543થી વધીને 816 કરવામાં આવી શકે છે, જેમાં મહિલાઓ માટે 273 સીટ અનામત કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : CAPF Bill રાજ્યસભામાં રજૂ કરશે અમિત શાહ, શું થશે ફેરફાર?