android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
LPGની દેશમાં કોઈ અછત નહીં, બે દિવસમાં 87 લાખ સિલિન્ડર કર્યા ડિલિવર

calendar_todayMay 6, 2026

LPGની દેશમાં કોઈ અછત નહીં, બે દિવસમાં 87 લાખ સિલિન્ડર કર્યા ડિલિવર

કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલયે દેશભરમાં LPG ગેસની અછત અંગેની અફવાઓને નકારી કાઢી છે. મંત્રાલયના અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું કે દેશમાં LPGનો કોઈ અભાવ નથી અને સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. હાલમાં લગભગ 95% ઘરેલુ ગેસ સિલિન્ડરની ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ દ્વારા થઈ રહી છે, જેનાથી પારદર્શિતા અને યોગ્ય વિતરણ સુનિશ્ચિત થાય છે. છેલ્લા બે દિવસમાં જ 87 લાખથી વધુ સિલિન્ડરની સફળ ડિલિવરી કરવામાં આવી છે.

5 કિલોના આશરે 1.20 લાખ સિલિન્ડર પણ વેચાયા

મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 48 કલાકમાં 15,900 ટન કોમર્શિયલ LPGનું વેચાણ થયું છે, જ્યારે 876 ટન ઓટો LPGની સપ્લાય કરવામાં આવી છે. નાના ગ્રાહકો માટે 5 કિલોના આશરે 1.20 લાખ સિલિન્ડર પણ વેચાયા છે. શહેરોમાં PNG કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે LPG પરની નિર્ભરતા ઘટી રહી છે. છેલ્લા દિવસોમાં 6.31 લાખ નવા કનેક્શન સક્રિય થયા છે અને હજારો લોકોએ LPG કનેક્શન પરત આપ્યા છે.

અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ સામે કાર્યવાહી થઈ

દેશભરના પેટ્રોલ-ડીઝલ પંપ પર સ્થિતિ સામાન્ય છે, જોકે કેટલાક વિસ્તારોમાં ગભરાટને કારણે વધુ બુકિંગ જોવા મળી રહી છે. નિયમોના પાલન માટે 2100થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ સામે કાર્યવાહી થઈ છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રિફાઈનરી, પોર્ટ અને શિપિંગ તમામ કામગીરી સામાન્ય છે અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : Tamil Nadu થલાપતિ યુગનો પ્રારંભ, વિજયે રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો!