android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Lucknow Hit and Run: વધુ એક હિટ એન્ડ રન! યુવતીને કારની ટક્કર મારીને પૂર ઝડપે ભાગ્યો, આખરે ઝડપાયો

calendar_todaySeptember 16, 2026

Lucknow Hit and Run: વધુ એક હિટ એન્ડ રન! યુવતીને કારની ટક્કર મારીને પૂર ઝડપે ભાગ્યો, આખરે ઝડપાયો

હાલમાં જ ગુરુગ્રામનો હિટ એન્ડ રનનો વીડિયો આપણે જોયો . જ્યાં બાઇક રાઇડર ગર્લને એક કાર ટક્કર મારીને જતી રહે છે. ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને કારના બોનટ પર ઢસેડવામાં આવી રહી છે. જોકે સૂત્રોના હવાલે એવી માહિતી મળી છે કે કાર ચાલક શહબાજ ઝડપાઇ ગયો છે. 

લખનૌમાં હિટ એન્ડ રન 

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. ગોમતીનગર એક્સટેન્શન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનેશ્વર મિશ્રા પાર્ક પાસે એક યુવક પર તેની ગર્લફ્રેન્ડને કારથી ટક્કર મારવાનો અને પછી ભાગી ગયો. તેનો વીડિયો સામે આવ્યો છે. જો કે સદનસીબે મહિલા બચી ગઈ.

બોયફ્રેન્ડે બીજી છોકરી સાથે જોતા પિત્તો ગયો

પોલીસના જણાવ્યા અનુસાર, અનામિકા નામની એક યુવતી સવારે જનેશ્વર મિશ્રા પાર્કમાં ચા પીવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ શાહનવાઝ બીજી મહિલા સાથે પહોંચ્યો. શાહનવાઝને બીજી મહિલા સાથે જોઈને અનામિકા ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે ઝઘડો થયો.

આરોપી બોયફ્રેન્ડનો યુવતી પર કાર ચઢાવાનો પ્રયાસો

દલીલ પછી, શાહનવાઝ બીજી મહિલા મિત્ર સાથે કારમાં બેસી ગયો અને જવા લાગ્યો. આ દરમિયાન, અનામિકા કારની સામે ઉભી રહી ગઈ. એવો આરોપ છે કે કાર રોકવાને બદલે, શાહનવાઝે કાર ચાલુ કરી દીધી. તે કાર રોકવાને બદલે આગળ જ જવા દેતો હતો અને આ દરમિયાન અનામિકા રસ્તા પર પડી ગઈ. ત્યારબાદ શાહનવાઝ કાર લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી રહી છે. પોલીસનું કહેવું છે કે ફરિયાદના આધારે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.