android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Maharashtra : CM ફડણવીસનો મોટો નિર્ણય, ઓટો-ટેક્સી ડ્રાઈવરોનું લાયસન્સ રદ કરવા મામલે લગાવી રોક

calendar_todayAugust 27, 2026

Maharashtra : CM ફડણવીસનો મોટો નિર્ણય, ઓટો-ટેક્સી ડ્રાઈવરોનું લાયસન્સ રદ કરવા મામલે લગાવી રોક

મહારાષ્ટ્ર સરકારે ઓટો, ટેક્સી અને કેબ ડ્રાઈવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાની સમયમર્યાદા વધુ એક વર્ષ માટે લંબાવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઓટો અને ટેક્સી યુનિયનો સાથેની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે વધારવામાં આવેલા એક વર્ષ દરમિયાન ભાષાના નિયમને લઈને ડ્રાઈવરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

યુનિયનોએ 1 વર્ષની સમયમર્યાદા માગી

મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે ઓટો અને ટેક્સી ડ્રાઈવર્સ એસોસિએશને ડ્રાઈવરો માટે મરાઠી ભાષા જરૂરી બનાવવાના સરકારના પગલાનું સ્વાગત કર્યું છે. યુનિયનોએ મરાઠી શીખવા માટે વધુ એક વર્ષની સમયમર્યાદા માગી હતી, જેને સરકારે સ્વીકારી છે. ફડણવીસે કહ્યું કે ઘણા ડ્રાઈવરો મરાઠી શીખવા ઈચ્છે છે, પરંતુ તેમાંના કેટલાક વૃદ્ધ હોવાથી નવી ભાષા સમજવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી તેમને ભાષા શીખવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે.

આ મુદ્દે અગાઉ વિવાદ પણ સર્જાયો હતો

મુખ્યમંત્રીએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો હેતુ હિન્દી ભાષી લોકોને મરાઠીના નિષ્ણાત બનાવવાનો નથી, પરંતુ તેમને વ્યવહારિક મરાઠીનું જ્ઞાન મળે તેવો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાયુતિ સરકાર ભાષાના આધારે કોઈ સાથે અન્યાય નહીં કરે. આ મુદ્દે અગાઉ વિવાદ પણ સર્જાયો હતો. કેબ ડ્રાઈવરો દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે મરાઠી ફરજિયાત કરવાનો નિયમ બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

અરજીકર્તાઓના જણાવ્યા મુજબ, આ નિયમથી મહારાષ્ટ્રમાં આશરે 9.65 લાખ ગરીબ અને પ્રવાસી ડ્રાઈવરોના બેજ સસ્પેન્ડ થવા અથવા પરમિટ રદ થવાનું જોખમ ઊભું થઈ શકે છે, જેના કારણે તેમની રોજગારી પર અસર પડી શકે છે.

આ પણ વાંચો : PM Modi Putin Meeting: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મુલાકાત, MEAએ કરી પુષ્ટિ