android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana :6 કલાક મેઘરાજાની મહેર, અડધાથી બે ઇંચ સુધી વરસાદ

calendar_todaySeptember 18, 2026

Mahesana :6 કલાક મેઘરાજાની મહેર, અડધાથી બે ઇંચ સુધી વરસાદ

મહેસાણા જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક પુનઃ આગમન કર્યું હતું.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી મુજબ જિલ્લામાં અડધો ઇંચથી બે ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો.શુક્રવાર સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન એટલે કે 6 કલાકમાં જિલ્લાના ખેરાલુ પંથકમાં સૌથી વધારે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.તેને લઇ શહેર અને તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.આ ઉપરાંત મહેસાણામાં બે ઈંચ જેટલો જ્યારે વિજાપુરમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જ્યારે જોટાણા,કડી,વિસનગરમાં દોઢ ઈંચ તો ઊંઝા અને વડનગરમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જિલ્લામાં સામાન્ય તેમજ હળવો વરસાદ વરસ્યો હતો.

મહેસાણા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજ્ય પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન તેમજ વરસાદી સિસ્ટમ પગલે મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.ઉક્ત આગાહી ગુરુવાર રાત્રીથી વરસાદી વાતાવરણ સર્જાયું છે.તો શુક્રવાર સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.જેમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જિલ્લાના કેટલાક સ્થળોએ હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.જિલ્લામાં ચાર દિવસના વરસાદના વિરામ બાદથી જિલ્લાવાસીઓ ગરમી અને બફારાથી ભારે તૌબા પોકારી ઉઠયા હતા.ત્યારે શુક્રવાર સવારથી વરસાદના પુનઃ આગમનથી વાતાવરણ આહલાદક બનવા સાથે ઠંડક પ્રસરી હતી.તો પુનઃ મેઘરાજાએ જિલ્લામાં પધરામણી કરી સાર્વત્રિક હેત વરસાવ્યું હતું.વરસાદ પગલે જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રસ્ત થયા હતા.તો ખેતરોમાં પાણી વિના મુરજાઈ રહેલા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં હર્ષ છવાયો હતો. રાજ્ય પર સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન પગલે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જિલ્લામાં શુક્રવાર સવારથી બપોર સુધી ખેરાલુ,મહેસાણા,વિજાપુરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.જેને લઇ તમામ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો