android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana: ખાણ-ખનીજ વિભાગની રેડમાં JCB લોડર મશીન સીઝ કરાયું

calendar_todayMarch 10, 2026

Mahesana: ખાણ-ખનીજ વિભાગની રેડમાં JCB લોડર મશીન સીઝ કરાયું

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ખનનની પ્રવૃત્તિને ડામવા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે મહેસાણાના વડનગર તાલુકાના ઊંડણી સીમમાંથી પસાર થતી સાબરમતી નદી પટમાં ફરિયાદ આધારે રેડ કરાઈ હતી. જેમાં એક જેસીબી લોડર મશીન સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્ર્રી ડૉ. પ્રતીક શાહની સૂચના અને માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર દિલીપ રબારી અને ટીમે ફરિયાદ આધારે વડનગર તાલુકાના ઊંડણી સીમમાંથી પસાર થતી સાબરમતી નદી પટમાં તપાસ હાથ ધરી હતી.

જેમાં સાદી રેતીનું ખનન કરતા એક જેસીબી લોડર મશીન સીઝ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા ઝડપાયેલ જેસીબી લોડર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને સલામત સ્થળે રાખવામાં આવ્યો હતો.તો સાદી રેતી ખનન વાળી જગ્યાનું માપ સહિત નકશો તૈયાર કરવા ટીમે કામગીરી હાથ ધરી હતી. જયારે મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહનના માલિક સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો