android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahesana News: આઈશર ટ્રકમાંથી 57.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

calendar_todayJanuary 22, 2026

Mahesana News: આઈશર ટ્રકમાંથી 57.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ઉત્તર ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે મહેસાણા પોલીસ એક્શન મોડમાં છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો લેનાં આવ્યો છે. જેમાં બુટલેગરોના મોટા નેટવર્કને પદાર્ફાશ પણ થયો છે.

આઈશર ટ્રકમાં છુપાવ્યો હતો દારૂ

મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમ દ્વારા મહેસાણા બી ડિવિઝન વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ આઈશર ટ્રકને અટકાવીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 18,024 બોટલો મળી આવી હતી. બુટલેગરોએ અત્યંત આયોજનબદ્ધ રીતે દારૂનો આ મોટો જથ્થો છુપાવ્યો હતો.

લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

પોલીસે સ્થળ પરથી રૂપિયા 57,74,189 ની કિંમતનો વિદેશી દારૂ અને આઈશર ટ્રક મળી કુલ રૂપિયા 72,78,739 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે ટ્રક ચાલકને રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસ હાલ આ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

બુટલેગરોમાં ફફડાટ

મહેસાણા LCBની આ મોટી કાર્યવાહીને પગલે જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ ઘટનાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે આઈશર ટ્રકના રજિસ્ટ્રેશન અને ઝડપાયેલા આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Mahesana: અભિયાન : ઉત્તરાયણ બાદ રઝળતી 175 કિલો દોરીનો નાશ કરાયો