android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mahisagar: રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા નારી સન્માન સમારંભ યોજાયો

calendar_todayAugust 28, 2026

Mahisagar: રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા નારી સન્માન સમારંભ યોજાયો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા જ્યાં નારીનું સન્માન, ત્યાં દેશનો વિકાસના સંદેશ સાથે ભવ્ય નારી સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ દશરથસિંહ બારિયા, જિલ્લા મહામંત્રી તેજસભાઈ શાહ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દશરથસિંહ બારિયાનું શાલ ઓઢાડી તથા તલવાર અર્પણ કરીને સન્માન કરાયું હતું. બક્ષીપંચ સમાજ તથા સખી મંડળની બહેનોએ આગેવાનોને રાખડી બાંધી હતી. બહેનોને સાડીની ભેટ પણ અપાઈ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને ગામના લોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતાં. તેમજ લોકોએ ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમની સરાહના કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો