calendar_todayJanuary 20, 2026
Mahisagar : નલ સે જલ કૌભાંડમાં વાસ્મોના 4 અધિકારીની ધરપકડ, જિલ્લામાં રૂ.123.22 કરોડના કૌભાંડની ફરિયાદ
મહીસાગર જિલ્લામાં બહાર આવેલા નલ સે જલ કૌભાંડમાં નવા ખુલાસા સામે આવ્યા છે. CID ક્રાઈમ વિભાગે વાસ્મોના ચાર અધિકારીઓ-કર્મચારીઓની ધરપકડ કરી છે.
આ અધિકારી-કર્મચારીની ધરપકડ
ધરપકડ કરાયેલા કર્મચારીઓમાં ગીરીશકુમાર જયંતિલાલ વાળંદ, નાથાભાઇ લાલાભાઇ ડામોર, મહેન્દ્રકુમાર ભાનુભાઇ રાઠોડ અને જનાર્દન ઇશ્વરભાઇ પટેલનો સમાવેશ થાય છે.
123.22 કરોડનું કૌંભાડ
મહીસાગર જિલ્લામાં રૂ. 123.22 કરોડનું કૌંભાડ થયું હોવાનો ખુલાસો થયો હતો. CID ક્રાઈમ હજું આ મામલે તપાસ કરી રહી છે અને વધુ સંડોવાયેલા લોકોની શોધખોળ કરાઇ રહી છે.
આ પણ વાંચો---- Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે