calendar_todayMay 3, 2026
Mahisagar: મહીસાગર જિલ્લા અને 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે કવાયત
મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આગામી અઢી વર્ષના શાસન માટે પ્રમુખ પદના નામો નક્કી કરવા ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે, જેમાં પક્ષના વરિષ્ઠ નિરીક્ષકો દ્વારા પાયાના કાર્યકરો અને હોદ્દેદારોનો મિજાજ પારખવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ દ્વારા મહીસાગર જિલ્લાની સેન્સ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકો વ્હીલી સવારથી જ મોકલવામાં આવ્યા હતા જેઓ દ્વારા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતોના પ્રમુખ માટે સેન્સ લેવામાં આવ્યા છે. નિરીક્ષકોએ દરેક જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વ્યક્તિગત અને સામુહિક ચર્ચા કરી હતી. જિલ્લા અને તાલુકાપંચાયતના પ્રમુખ પદ માટેના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતનું પદ પ્રતિષ્ઠાનો જંગ હોવાથી તેમાં અનેક દિગ્ગજોએ પોતાની દાવેદારી નોંધાવી હોવાનું મનાય છે. નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળીને જિલ્લા સંકલનની બેઠક યોજી એક પેનલ તૈયાર કરશે, જે અંતિમ નિર્ણય માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો