android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Major Rishabh Singh Sambyal: રિટાર્યમેન્ટ બાદ મેજર સાંબ્યાલનો પ્લાન બી તૈયાર, હવે ઇન્સ્ટાગ્રામથી કરશે લાખોની કમાણી

calendar_todaySeptember 18, 2026

Major Rishabh Singh Sambyal: રિટાર્યમેન્ટ બાદ મેજર સાંબ્યાલનો પ્લાન બી તૈયાર, હવે ઇન્સ્ટાગ્રામથી કરશે લાખોની કમાણી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભૂતપૂર્વ ADC (એઇડ-ડી-કેમ્પ) મેજર રિષભ સિંહ સાંબ્યાલે થોડા દિવસો પહેલા જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે તેમણે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને ઇન્સ્ટાગ્રામ પર 'સબ્સ્ક્રિપ્શન મોડલ' શરૂ કર્યું છે. જેનાથી ભવિષ્યમાં સારી એવી કમાણી થવાની શક્યતા છે.

રિટાર્યડમેન્ટ બાદ મેજર ઋષભ શું કરશે ? 

મેજર સાંબ્યાલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડલ શરૂ કર્યું છે, જેના દ્વારા તેઓ નોંધપાત્ર આવક મેળવી શકે છે. અત્યાર સુધીમાં, 1,500થી વધુ લોકોએ તેમની ખાસ (એક્સક્લુઝિવ) પોસ્ટ્સ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લીધું છે. આ સબ્સ્ક્રિપ્શનનો દર iPhone વપરાશકર્તાઓ માટે ₹199 પ્રતિ મહિને અને Android વપરાશકર્તાઓ માટે ₹180 પ્રતિ મહિને રાખવામાં આવ્યો છે. તેમના સબ્સ્ક્રાઇબર્સની વધતી જતી સંખ્યાએ ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કર્યા છે. લોકો તેમની લોકપ્રિયતા અને તેમના પેઇડ કન્ટેન્ટની માંગ વિશે ચર્ચા કરી રહ્યા છે. તેમની ઓનલાઇન પ્રવૃત્તિઓ સતત લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

મેજર સાંબ્યાલની નવી યોજના શું છે?

મેજર સાંબ્યાલ પેઇડ સબ્સ્ક્રાઇબર્સને ખાસ કન્ટેન્ટ, સબ્સ્ક્રાઇબર બેજ અને સોશિયલ ચેનલ્સની ઍક્સેસ પ્રદાન કરે છે. સબ્સ્ક્રાઇબર્સને 'આસ્ક મી એનીથિંગ' (AMA) સેશન્સ, નવી પોસ્ટ્સ/વીડિયોની વહેલી ઍક્સેસ અને કોચિંગની સુવિધા પણ મળે છે જોકે કોચિંગની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. હાલમાં, સબ્સ્ક્રાઇબર્સ માટે તેમની પાંચ ખાસ સ્ટોરીઝ અને એક રીલ ઉપલબ્ધ છે.

કેવી રીતે કરશે કમાણી ? 

1,500 સબ્સ્ક્રાઇબર્સના આધારે ગણતરી કરીએ તો Android વપરાશકર્તાઓ પાસેથી માસિક આવક અંદાજે ₹2.70 લાખ થશે અથવા જો બધા iPhone વપરાશકર્તાઓ હોય તો તે આંકડો ₹3 લાખની આસપાસ હશે. તેવી જ રીતે 2,000 સબ્સ્ક્રાઇબર્સ સાથે માસિક આવક Android વપરાશકર્તાઓ પાસેથી ₹3.60 લાખ અને iPhone વપરાશકર્તાઓ પાસેથી અંદાજે ₹4 લાખ સુધી પહોંચી શકે છે.

સબ્સ્ક્રાઇબર્સને શું મળે છે?

ખાસ કન્ટેન્ટ (Exclusive Content): વિશેષ પોસ્ટ્સ, સ્ટોરીઝ અને રીલ્સ.

સબ્સ્ક્રાઇબર બેજ: કોમેન્ટ કરતી વખતે અથવા મેસેજ કરતી વખતે વપરાશકર્તાના નામની બાજુમાં એક ખાસ બેજ દેખાય છે.

લાઇવ સેશન્સ અને AMA: 'આસ્ક મી એનીથિંગ' સેશન્સ અને લાઇવ વાતચીતમાં ભાગ લેવાની તક. માર્ગદર્શન અથવા કોચિંગ: કારકિર્દી સંબંધિત વિષયો અથવા પ્રેરણાદાયી કન્ટેન્ટ અંગે સીધો સંવાદ અને વહેલી ઍક્સેસ.

અંદાજિત વાર્ષિક આવક

વર્તમાન સબ્સ્ક્રાઇબર બેઝના આધારે, તેમની વાર્ષિક કુલ આવક ₹34 લાખથી ₹37.5 લાખ કે તેથી વધુ હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો મેજર સંબ્યાલની આવક તેમના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં થતા વધારા સાથે વધતી જશે.


આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા