calendar_todayJanuary 14, 2026
Makar Sankranti 2026 : ઉત્તરાયણની મજા વચ્ચે માઠા સમાચાર, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ નોંધાયા
ઉત્તરાયણના પર્વે આકાશ પતંગોથી રંગાયું છે, પરંતુ તેની બીજી તરફ અકસ્માતો અને ઇમરજન્સી કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૫10 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ ૩2 ટકા જેટલા વધુ છે. પતંગની દોરીથી ગળા કપાવવા, ધાબા પરથી પડી જવું અને રસ્તા પર અકસ્માતના બનાવોને કારણે 108 ઇમરજન્સી સેવા પર કોલ્સનો ભરાવો થયો છે. તહેવારના ઉત્સાહ વચ્ચે વધતા જતા આ આંકડાઓએ તંત્ર અને નાગરિકો માટે ચિંતા જગાવી છે.
અબોલ જીવો પર પતંગની ઘાત
માનવ અકસ્માતોની સાથે અબોલ જીવો માટે પણ આજનો દિવસ આફત સમાન સાબિત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પ્રાણીઓ અને પક્ષીઓ ઇજાગ્રસ્ત થવાના સેંકડો કોલ્સ મળ્યા છે, જેમાં પક્ષીઓ ઘાયલ થવાના 102 કેસ અને પ્રાણીઓને ઈજા થવાના 408 જેટલા કોલ્સનો સમાવેશ થાય છે. પતંગના જીવલેણ માંજામાં ફસાઈને અનેક પક્ષીઓએ પાંખો ગુમાવી છે, જ્યારે રસ્તા પર દોરીને કારણે રખડતા પશુઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જીવદયા પ્રેમીઓ અને કરુણા અભિયાનની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Makar Sankranti 2026 : નારણપુરાના આકાશમાં અમિત શાહનો પેચ, કાર્યકરો સાથે પતંગબાજીની જમાવી મોજ