android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mandal: દેત્રોજ અને વિરમગામને વર્ષ 2026ના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીના હસ્તે વિકાસકાર્યોની ભેટ મળી

calendar_todayJanuary 1, 2026

Mandal: દેત્રોજ અને વિરમગામને વર્ષ 2026ના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીના હસ્તે વિકાસકાર્યોની ભેટ મળી

વર્ષ 2026ના પ્રથમ દિવસે જિલ્લા ગ્રામ્યના તાલુકા મથક ખાતેથી માંડલ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં રૂ. 497 કરોડના વિવિધ વિકાસકાર્યોરૂપી પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવ્યાં હતાં. તા.1લી જાન્યુઆરીએ સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી હવાઈ માર્ગે દસાડા રોડ ઉપર કોટન જીન ખાતેના હેલિપેડથી મુખ્યમંત્રીનો કાફલો માંડલ -રામપુરા રોડ પરના મેઘમણી સંસ્કારધામ ખાતેના સમારોહ સ્થળે પહોંચ્યો હતો. મુખ્યમંત્રીનું આગમન થતાં ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિતના અગ્રણીઓએ સ્વાગત સન્માન કર્યું હતું. તેમજ મંચ પર દીપ પ્રાગ્ટય બાદ મુખ્યમંત્રીએ રૂ. 497 કરોડના વિવિધ વિકાસકાર્યોના કામોની તક્તીનું અનાવરણ કર્યુ હતુ અને નૂતન તૈયાર થનાર વિવિધ પ્રકલ્પોની ફોટો ગેલેરી પણ નીહાળી હતી.

માંડલ ખાતેના સમારોહમાં મુખ્યમંત્રીએ વિરમગામ-માંડલ-દસાડા-પાનવા સુધીના 285 કરોડના ખર્ચે તૈયાર થનાર 44 કિલોમીટર અંતરના ફોર લેઈન હાઈવે, વિરમગામ-ભુજ ડાયવર્ઝન, વરમોર-વિઠલાપુર-કડી રોડ, કરકથલ-હાંસલપુર રોડ, થોરી- મુબારક - વાંસવા સહિતના રોડ-રસ્તાઓના નવિનીકરણના કામો અને વિરમગામ-દેત્રોજ રેસ્ટહાઉસ, દેત્રોજ સબ.રજીસ્ટાર કચેરી સહિતની સરકારી ઈમારતો, ઓવરબ્રીજ તેમજ ગ્રામ્ય માર્ગો મળી કુલ 497 કરોડના પ્રકલ્પોના ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના પ્રાંસગિક સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાનનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ છે. આપણે સૌ એક થઈશું તો વિકાસની ગતિ વધારે દોડશે અને વડાપ્રધાનનો સંકલ્પ વધુ મજબુત બનશે. આજે દેશમાં ગુજરાત ગ્રોથ એLSન બન્યું છે. આ ઉપરાંત તેમણે વધુમાં માંડલ-દેત્રોજ અને વિરમગામની પ્રજાજનો માટે કહ્યું કે, નવા વર્ષની પ્રથમ પ્રભાતે આ વિસ્તાર માટે વિકાસનો ઉત્સવ આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં સ્પે. ઈન્ડસ્ટ્રીયલ રીઝન(સર) આવ્યું. જેનાથી હોન્ડા-સુઝુકી જેવી મોટી કંપનીઓ આવી અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળી છે. માંડલ ખાતેના સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ, એપીએમસીના ચેરમેન - વાઈસ ચેરમેન, જિલ્લા ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો તેમજ પંથકના ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો