calendar_todayJanuary 17, 2026
Mandal: પ્રાથમિક શાળામાં 35 કિલો જેટલી પતંગની નકામી દોરીઓનો નાશ કરાયો
ઉત્તરાયણનો તહેવાર પુર્ણ થયાં બાદ શિક્ષણ કાર્યના ભાગરુપે ઈકો ક્લબ અંતર્ગત પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ પહેલ કરતી માંડલની પીએમશ્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાની આસપાસમાંથી તેમજ વિદ્યાર્થીઓ પોતાના રહેણાંક વિસ્તારોમાંથી પતંગના નકામા દોરાઓ, ગુંચળા એકઠાં કરીને શાળામાં લાવ્યાં હતાં. શાળાના આચાર્ય ભરતભાઈ દરજીના નેજા હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પતંગના 35 કિલો જેટલાં નકામા દોરાઓ શાળાના ગ્રાઉન્ડમાં સંગ્રહ કરીને તેને સળગાવી દેવામાં આવ્યાં હતાં. અબોલ જીવોને આવા દોરાઓથી ખતરો રહેલો છે જેથી આ પ્રવૃત્તિ બાળકોમાં સામાજિક જવાબદારી, પર્યાવરણ પ્રત્યે જાગૃત્તિ અને માનવતાના મૂલ્યો વિકસે એવા સુંદર આશય સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના પ્રધાન અચાર્ય દ્વારા પ્રોત્સાહક ઈનામો આપીને બાળકોને બિરાદવવામાં આવ્યાં હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો