android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Megharaj: ઈપલોડાના સરપંચ સસ્પેન્ડ, ત્રણ સંતાનોના મુદ્દે TDOની કડક કાર્યવાહી

calendar_todayMarch 28, 2026

Megharaj: ઈપલોડાના સરપંચ સસ્પેન્ડ, ત્રણ સંતાનોના મુદ્દે TDOની કડક કાર્યવાહી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલી ઈપલોડા ગ્રામ પંચાયતમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ઈપલોડાના મહિલા સરપંચ નયનાબેન પટેલને તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 'ત્રણ સંતાનો' હોવાના મુદ્દે કરવામાં આવેલી અરજી બાદ લેવામાં આવી છે.

ઈપલોડા ગામના સરપંચ સસ્પેન્ડ

મળતી માહિતી મુજબ, નયનાબેન પટેલ સામે ત્રણ સંતાનો હોવા છતાં સરપંચ પદ ભોગવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા તેમને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. ખાસ કરીને ૧૯ અને ૨૨ જાન્યુઆરીએ તેમને સુનાવણીમાં હાજર રહેવા જણાવાયું હતું, તેમ છતાં તેઓ ગેરહાજર રહ્યા હતા.

45 દિવસની રજા બાદ આકરો નિર્ણય

સરપંચ નયનાબેન 45 દિવસની રજા પર ઉતરી ગયા હતા. તેમની રજા પૂર્ણ થતાં જ TDO દ્વારા સસ્પેન્શન ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે માત્ર ઈપલોડા જ નહીં, પરંતુ આસપાસના સીસોદરા (મેઘાઈ) અને પીસાલ વિસ્તારમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.

આ પણ વાંચો:   Surat: ઉધારમાં માલ લઈને 1.86 કરોડનું ફૂલેકું ફેરવાયું, સરોલી અને અશ્વિની કુમાર વિસ્તારમાં ઠગાઈની 5 ફરિયાદ