calendar_todayApril 16, 2026
Meghraj: મેઘરજમાં ચૂંટણી પહેલાં SMCનો સપાટો, ઉન્ડવા સરહદેથી 8.41 લાખનો દારૂ ઝડપાયો
મેઘરજઃ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે રાજસ્થાન સરહદે દારૂની હેરાફેરી તેજ બની છે. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મેઘરજ તાલુકાની ઉન્ડવા સરહદ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ખેરાઈ ઢુંઢા પ્રાથમિક શાળા નજીકથી એક ઇનોવા કારમાંથી રૂ. 8,41,560 ની કિંમતની દારૂની 4,068 બોટલો ઝડપી પાડી છે.ગત બુધવારેSMCની ટીમ મહીસાગર અને અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી એક ઇનોવા કાર દારૂ ભરીને મેઘરજ તરફ્ આવી રહી છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા રોડ સાઈડે ઉભેલી કાર પાસેથી પ્રવીણ અમરતભાઈ ભગોરા (રહે. ડુંગરપુર) નામના શખ્સને ઝડપી પાડયો હતો, જ્યારે અન્ય બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરોમાં ફ્રાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો અરવલ્લીના બાયડ પાસેના કોઈ શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો