android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: બહુચરાજીના પાંચ યુવાનોનો માનવતાવાદી અભિગમ 1,000 ગાયોને 2,145 કિલો તડબૂચ ખવડાવ્યા

calendar_todayMay 8, 2026

Mehsana: બહુચરાજીના પાંચ યુવાનોનો માનવતાવાદી અભિગમ 1,000 ગાયોને 2,145 કિલો તડબૂચ ખવડાવ્યા

મહેસાણા જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરીને ગયું છે, જેના કારણે માનવી ઉપરાંત અબોલ જીવોની હાલત પણ અત્યંત દયનીય બની છે. ખાસ કરીને ગાયો જેવા પવિત્ર પશુઓને પાણી અને છાયાની અછતને કારણે મુશ્કેલી પડી રહી છે. આવી કપરી પરિસ્થિતિમાં બહુચરાજીના પાંચ સેવાભાવી યુવા વેપારીઓએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પ્રદાન કર્યું છે.તેજસભાઇ શાહ, હેમલભાઇ ત્રિવેદી, ભોલાભાઇ પટેલ, અમરતભાઇ પટેલ અને રાજુભાઇ કટલરીએ 'મહાજન પાંજરાપોળ' અને 'કાલરી રોડ પાંજરાપોળ'માં જઈને 1000થી વધુ ગાયોને 2145 કિલો ઠંડા તડબૂચ ખવડાવ્યા છે. આ પાંચ યુવાનોનું કહેવું છે કે, માનવી બોલીને તકલીફ્ કહી શકે છે પણ અબોલ જીવો ક્યાં જાય? તેમની આ સેવા સમગ્ર પંથકમાં આવકારદાયક બનવા પામી છે. તેઓએ અન્યને પશુઓ-પક્ષીઓ માટે ઉનાળામાં ઘાસ-પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો