calendar_todayMay 13, 2026
Mehsana: 10થી વધુ ઝૂંપડાં બળીને ખાખ
મહેસાણા શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે આગ લાગવાના બનાવો પર સતત વધતા જઈ રહ્યા છે. જોકે સૂર્યોદયની સાથે જ શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલ શબરી સ્કૂલ પાછળના મ્યુનિ. ગ્રાઉન્ડમાં રહેલ 10થી વધુ ઝૂંપડાંમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ મહેસાણા કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ઝૂંપડપટ્ટીમાં લાગેલ આગને પગલે ભારે નાશભાગ વચ્ચે અગ્નિશામક દળે 2 કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગને પગલે ત્યાં રહેલ 10થી વધુ ઝૂંપડાં અને તેમાં રહેલા ઘરવખરી બળી જતા ગરીબ પરિવારો બેઘર બન્યા હતા. સદનસીબે લોકો તેમના રહેઠાણમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સામે આવીન હતી. આ આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું. ત્યારે સરકારી જગ્યામાં રહેલ આ શ્રામજીવીઓના આશિયાનાઓમાં આગ લાગી કે લગાવાઈ તેને લઈ ભારે ચર્ચાઓ રહી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો