android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: એક સપ્તાહમાં 16 ડમ્પર, 2 લોડર અને 1 એસ્કેવેટર મળી 5.3 કરોડના વાહનો જપ્ત

calendar_todayJanuary 1, 2026

Mehsana: એક સપ્તાહમાં 16 ડમ્પર, 2 લોડર અને 1 એસ્કેવેટર મળી 5.3 કરોડના વાહનો જપ્ત

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામ અને બિનઅધિકૃત ખનિજ વહન સામે વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સાદી રેતી, સાદી માટી તેમજ અધર બિલ્ડિંગ સ્ટોન ખનિજનું બિનઅધિકૃત વહન અને ખાણકામ કરાતું હોવાનું સામે આવ્યું હતું.

એક સપ્તાહમાં ઊંઝા અને સતલાસણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરતા સાદી રેતી ખનિજ અને અધર બિલ્ડીંગ સ્ટોન ખનિજનું બિનાધિકૃત વહન કરતાં અંદાજિત રૂ. 60 લાખની કિંમતના કુલ 02 ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા. જેની સામે રૂ. 4.64 લાખનો દંડ ફ્ટકારાયો હતો. તો વિજાપુર ખાતે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડી ખાનગી માલિકી જમીનમાંથી સાદી માટી ગેરકાયદેસર ખાણકામ કરતા અંદાજીત રૂ. 1.85 કરોડની કિંમતના 02 લોડર મશીન અને 05 ડમ્પર વાહનો સીઝ કર્યા હતા. મહેસાણા અને સતલાસણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં રેતી ખનિજ અને અધર બિલ્ડીંગ સ્ટોન ખનિજનું બિનાધિકૃત વહન કરતાં અંદાજિત 1કરોડની કિંમતના કુલ 04 ડમ્પર પકડી કાર્યવાહી કરાઈ હતી. રૂ. 9.84 લાખનો દંડ કરી રૂ. 4.48 લાખ વસૂલાત કરાઇ હતી. લક્ષ્મીપુરા ખાતે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડી સાદી માટીના ગેરકાયદેસર ખાણકામ બદલ અંદાજીત રૂ.1.35 કરોડની કિંમતના 01 એક્ષ્કેવેટર મશીન અને 03 ડમ્પર વાહનો સીઝ કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો