calendar_todaySeptember 18, 2026
Mehsana : અંબાજી મેળો : મહેસાણા જિલ્લામાં 25 જેટલા કેમ્પમાં આરોગ્ય કર્મીઓને ખડેપગે તૈનાત રહેશે
બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા જતા હોય છે. મહેસાણા જિલ્લામાંથી પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મા જગદંબાને શીશ ઝુકાવવા જતા હોય છે. જિલ્લામાં મહેસાણા-અંબાજી રોડ,ગાંધીનગર-અંબાજી રોડ,વિજાપુર-વિસનગર રોડ અને અમદાવાદ-મહેસાણા રોડ પર દર વર્ષે 25 જેટલા સેવા કેમ્પ ઉભા કરવામાં આવતા હોય છે. આ વર્ષે પણ 25 જેટલા કેમ્પનુ આયોજન કરાયું છે. આ કેમ્પમા તાવ, શરદી, ઉધરસની દવા, ઓ.આર.એસ.ના પેકેટ, સ્નેક બાઈટના ઇન્જેક્શન, ડ્રેસિંગ મટીરીયલ સહીતની દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવશે. જ્યારે જિલ્લા કક્ષાના 5 ઓફ્સિર, જિલ્લા કક્ષાના 3 સુપરવાઈઝર, 10 ટીએચઓ, 66 મેડિકલ ઓફ્સિર, 7 અર્બન હેલ્થ ઓફિસર, આયુષ, હોમિયોપેથી, આરબીએસકે 85 મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ સહીતનો સ્ટાફ્ ખડેપગે રહેશે. જયારે વાહન ડ્રાઈવર સાથે 14 વાહનો(કેમ્પ મોબાઈલ)પણ ઉક્ત 25 સેવા કેન્દ્રો પર ગોઠવવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો