android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Mehsana: ખેરાલુને મળશે અત્યાધુનિક એસ.ટી. સુવિધા, 6.61 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

calendar_todayFebruary 23, 2026

Mehsana: ખેરાલુને મળશે અત્યાધુનિક એસ.ટી. સુવિધા, 6.61 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

ખેરાલુ શહેર અને તાલુકાના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખેરાલુ ખાતે લાંબા સમયથી પ્રતિક્ષિત એવા નવનિર્મિત એસ.ટી. ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું છે. અંદાજે 6 કરોડ 61 લાખના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટથી વિસ્તારની પરિવહન સેવાઓમાં મોટો સુધારો આવશે.

ધારાસભ્યના હસ્તે શુભારંભ

ખેરાલુના લોકપ્રિય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે આ ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શહેર અને તાલુકાના ભાજપ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત

ખાતમુહૂર્ત બાદ કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે ખેરાલુથી સમોજા-સિપોર રોડ પર નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને ગ્રામીણ મુસાફરોને રાહત મળે. ખેરાલુથી રાજસ્થાન વિસ્તારમાં પણ નવા લાંબા અંતરના રૂટ શરૂ કરવા માટે વિભાગને લેખિત જાણ કરવામાં આવી છે.ધારાસભ્યએ ખાતરી આપતા જણાવ્યું હતું કે, "આ કામગીરી ચાલુ થયા પછી હું પોતે સમય અંતરે વિઝિટ કરતો રહીશ, જેથી કામની ગુણવત્તા જળવાય અને નિર્ધારિત સમયમાં વર્કશોપ તૈયાર થઈ જાય."

આ પણ વાંચો: Vadodara: વાઘોડિયા GIDCમાં તસ્કરોનો આતંક, અંબે માતાના મંદિરમાં માતાજીના શણગારની ચોરી કરી તસ્કરો ફરાર